નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગઈ કાલ સાંજથી મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમને રાજ્ય પોલીસે અટકાયતમાં લઈ લીધી. ત્યારબાદ સીબીઆઈની ટીમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ મામલો શારદા ચીટફંડ સાથે જોડાયેલો છે. આ મામલે જ્યારે સીબીઆઈના અધિકારીઓ રાજીવકુમારની પૂછપરછ માટે ગયા હતાં ત્યારબાદ મોટી ઉથલપાથલ જોવા મળી. કદાચ ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે પોલીસે સીબીઆઈના અધિકારીઓની અટકાયત કરી લીધી. એટલે સુધી કે આ રાજીવકુમારને બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની આખી ટીમ સાથે મેદાનમાં પડ્યા છે અને ધરણા પર બેસી ગયા છે. તેમની સાથે રાજીવકુમાર પોતે અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ધરણા પર બેસી ગયા છે. હવે સ્વાભાવિક પણે એવું થાય કે આખરે આ રાજીવકુમાર છે કોણ. આવો તો જાણીએ તેમના વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતાના 'બંધારણ બચાવો' ધરણા ચાલુ, CBI આજે સુપ્રીમ જશે 


રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના 1989 બેચના આઈપીએસ ઓફિસર છે અને હાલ તેઓ કોલકાતાના પોલીસ કમિશનર છે. રાજીવકુમાર 2013માં શારદા ચીટફંડ કૌભાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ હતાં. રાજીવકુમાર પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરઉપયોગ કરતા કૌભાંડની દિશા અને દશા બદલી નાખી છે. કહેવાય છે કે એસઆઈટીના અધ્યક્ષ તરીકે રાજીવકુમારે જમ્મુ અને કાશ્મીરમાં શારદા પ્રમુખ સુદીપ્ત સેન અને તેમના સહયોગી દેવયાનીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મળેલી એક ડાયરી ગાયબ કરી હતી. 


આ ડાયરીમાં તે તમામ નેતાઓના નામ સામેલ હતા તેમણે ચીટફંડ કંપની પાસેથી રૂપિયા લીધા હતાં. આ મામલે કોર્ટના આદેશ પર સીબીઆઈએ રાજીવકુમારને આરોપી બનાવ્યાં હતાં. કૌભાંડની તપાસ માટે સીબીઆઈ રાજીવકુમાર સાથે વાત કરવા નાટે લંડન સ્ટ્રિટ સ્થિત તેમના અધિકૃત નિવાસસ્થાને ગઈ હતી. સીબીઆઈની ટીમ જેવી રાજીવકુમારના ઘરે જવા લાગી કે રાજ્ય પોલીસકર્મીઓએ તેમને અંદર જતા રોક્યાં. 


ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ અને બાદમાં હાથાપાઈ પણ થઈ અને ત્યારબાદ સીબીઆઈના અધિકારીઓને જબરદસ્તીથી પોલીસ સ્ટેશન લઈ જવાયા. પછી  તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે પોલીસ દ્વારા સીબીઆઈના અધિકારીઓની ધરપકડ બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં. 


CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી


તેમણે કહ્યું કે ભાજપનો સારો સમય હવે પૂરો થઈ ગયો છે. દેશ પીએમ મોદીથી પરેશાન છે. આમ  કહીને તેઓ ધરણા પર બેસી ગયાં. આખી રાત કોલકાતા મેટ્રો ચેનલ પર તેઓ ધરણા પર બેસી રહ્યાં અને હજુ પણ ધરણા ચાલુ છે. અત્રે જણાવવાનું કે સીબીઆઈએ શનિવારે દાવો કર્યો હતો કે રાજીવ કુમાર 'ફરાર' છે અને શારદ તથા રોઝવેલી ચીટ ફંડ કૌભાંડોના મામલે તેમની 'શોધ' થઈ રહી છે. 


આ દાવાના એક દિવસ બાદ સીબીઆઈના લગભગ 40 અધિકારીઓ અને  કર્મીઓની એક ટીમ રવિવારે સાંજે રાજીવકુમારના ઘરે પહોંચી હતી. પરંતુ તેમને બહાર જ રોકી દેવાયા. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ રોઝ વેલી અને શારદા ચીટ  ફંડ કૌભાંડો મામલે રાજીવકુમારની પૂછપરછના હેતુથી તેમને શોધી રહી છે અને અંતિમ ઉપાય તરીકે પોલીસ કમિશનરની ધરપકડ પણ થઈ શકે છે. 


ત્યારબાદ રાજીવકુમારે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગત દિવસે કોલકતા આવેલા ચૂંટણી પંચના અધિકારીઓની સાથે થયેલી બેઠકમાં પણ ભાગ લીધો નહતો. 


દેશના મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...